ઓગસ્ટ મહિના ની આ તારીખ સુધીમાં ધોધમાર વરસાદ ની અંબાલાલ પટેલે કરી આગાહી…
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 161 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ મહિસાગરના બાલાશિનોરમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આગામી નવ ઓગસ્ટ સુધીમાં વરસાદ થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી તારીખમાં નવ ઓગસ્ટ સુધી વરસાદ થવાની શક્યતા છે. હાલમાં વરસાદ ચાલુ રહેશે. પહેલી ઓગસ્ટે બંગાળ ઉપસાગરમાં એક ડિપ ડિપ્રેશન થવાની શક્યતા છે. જેના કારણે વરસાદ થઇ શકે. બંગાળમાં એક બાદ એક સિસ્ટમ બની શકે છે જેના કારણે પવન પણ ફૂંકાઇ શકે છે. હાલમાં વરસાદ દિન પ્રતિદન વધતો રહેશે.
ત્રીજી ઓગસ્ટથી નવમી ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. જેમા મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનાં આહવા, ડાંગ, સુરત, ભરૂચના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અનેક વિભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં ઘણાં ભાગોમાં ભારે વરસાદ પણ થઇ શકે છે. પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના ભાગો અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ થવાની રહેશે. જ્યારે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમા દાહોદ, ગોધરાના ભાગ, મધ્ય ગુજરાતના ભાગો જેવાકે વડોદરા, આણંદ, ખેડા, નડિયાદમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
અંબાલાલ કાકાએ એમ પણ જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરના પણ કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ત્રણ ઓગસ્ટમાં આશ્લેષામાં સૂર્ય આવતા વરસાદ મોટા પ્રમાણમાં અને ભિન્ન ભિન્ન ભાગોમાં રહેશે.
101 તાલુકામાં 20થી 39 ઇંચ વરસાદ વરસ્યો છે. 98 તાલુકામાં દસથી 20 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સાત તાલુકામાં પાંચથી દસ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે.
મૂશળધાર વરસાદના પગલે કચ્છ-સૌરાષ્ટ્રમાં લીલા દુષ્કાળ Gujarat rain જેવી સ્થિતિ છે. કપાસ, સોયાબીન, મગફળી, મકાઈ સહિતના પાકો ધોવાતા ખેડૂતોને મોટાપા પર આર્થિક ફટકો પડ્યો હોવાનું મનાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 83 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 135 ટકા, તો સૌરાષ્ટ્રમાં 108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 67, Gujarat rain ઉત્તર ગુજરાતમાં 65 તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 63 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
સારા વરસાદથી રાજ્યના 206 પૈકી 125 જળાશયો હાઈએલર્ટ પર છે, એલર્ટ 20 એલર્ટ પર છે , તો 18 જળાશયો વોર્નિંગ પર છે. 81 જળાશયોમાં 70 ટકાથી વધુ પાણી ભરાયા છે. રાજ્યના 207 પૈકી 61 જળાશયો ઓવરફ્લો થઇ ચૂક્યાં છે. સૌરાષ્ટ્રના 46, કચ્છના 10, તો દક્ષિણ ગુજરાતના ત્રણ અને મધ્ય ગુજરાતના બે જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. રાજ્યના 206 જળાશયોમાં 67.87 ટકા જળસંગ્રહ થયો છે.
છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર ડેમની Gujarat rain જળસપાટીમાં 17 સેન્ટીમીટરનો વધારો થયો છે. 33 હજાર 384 ક્યુસેક પાણીની આવક સાથે સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 129.97 મીટર પર પહોંચી છે. ડેમમાંથી હાલ પાંચ હજાર 244 ક્યુસેક પાણીની જાવક છે. ડેમમાં હાલ 72.84 ટકા જળસંગ્રહ છે.
દાહોદ જિલ્લામાં સિંગવડ, રડિયાતી, છાપરી, જેકોટ, રાબડાલ, ઉસરવાણ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ હતો. જિલ્લામાં સુધીમાં સિઝનનો 41 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. મહેસાણામાં વરસાદના કારણે પાણીની આવક થતાં ધરોઈ ડેમમાંથી બે દરવાજા ખોલી 9 હજાર ક્યૂસેક પાણી છોડાયુ હતું. સાબરમતી નદીનું લેવલ જાળવી રાખવા વાસણા બેરેજના પણ દરવાજા ખોલાયા છે.