website

websiet

News

ડરી ગયેલ દીકરી ઊંઘ માં બુમો પાડતી” મને છોડી દો” પછી એવી હકીકત બહાર આવી કે જાણીને રુવાડા ઉભા થઇ જશે..

આજ ના સમય માં માતાપિતા પોતાની દીકરી ઓ ને ઘરે એકલી મૂકીને ઓફીસ કે નોકરી પર જાય છે અને ગામડામાં તો લોકો ને મજૂરી કર્યા વગર છૂટકો જ નથી,આવી મોંઘવારી માં દરેક માતાપિતા એ મજૂરી કરવા જવું જ પડે છે પણ માતાપિતા એ ભૂલી જાય છે મારી દીકરી ઘરે એકલી છે તો એનું શું થશે, બીજા ભરોસે દીકરી કે ઘરે મૂકી ને જતા માતાપિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો બન્યો છે.

જ્યાં એક પરિવાર માં દીકરી ને ઘરે મૂકીને જતા માતાપિતા ને રડવાનો વારો આવ્યો હતો કિસ્સો એવો બન્યો હતો કે દીકરી ને ઘરે મૂકી ને કામ પર જવું મોંઘુ પડી ગયું હતું આ કિસ્સો ગાંધીનગર ના ડભોળા નો છે જ્યાં 58 વર્ષીય પાડોશીએ ગરીબ શ્રમજીવી પરિવારની બાળકી પર દાનત બગાડી હતી, અને તેને રોજ પીંખતો હતો. એક મહિના સુધી ચાલેલા સિલસિલાનો આખરે આ રીતે ભાંડો ફૂટ્યો હતો.

ગાંધીનગરના ડભાડોમાં રહેતા એક શ્રમજીવી પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ પરિવારની દીકરી રોજ રાતે ઊંઘમા મને છોડી દો એવી બૂમો પાડતી હતી. આ બાદ તે રડતા રડતા બેભાન થઈ જતી હતી. આખરે માતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. જેથી તેની સાથે દુષ્કર્મ થયુ હોવાનું ખૂલ્યુ હતું.

માતાએ બાળકીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, પાડોશી આધેડ તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો. આ બાદ માતાપિતાએ પોલીસ ફરિયાદ કરતા ગાંધીનગર પોલીસે લંબુબાપા ઉર્ફે ભીખો કાળુ સોલંકીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, દંપતી મજૂરીએ જાય ત્યારે 8 વર્ષની બાળકી અને નાના દીકરીને ઘરે મૂકી જતા. બાળકોને સાચવવા ઘરમાં કોઈ ન હતું, તેથી તે બાળકોને એકલા જ મૂકી જતા હતા. બાળકી ઘરે એકલી હોય ત્યારે પાડોશમાં રહેતો લંબુબાપા નામના આધેડ બાળકીને દૂધ લેવા માટે મોકલતો હતો.

આ બાદ બાળકી દૂધ લઈને આવે એટલે તેને ઘરે લઈ જતો અને દુષ્કર્મ આચરીને ધાકધમકી આપતો હતો. એક મહિના સુધી આધેડ આ રીતે બાળકીને પીંખતો રહ્યો. ડરી ગયેલી બાળકી રોજ રાતે આવી બૂમો પાડતી હતી. આ કિસ્સો દરેક માતાપિતા માટે લાલબત્તી સમાન છે, જેઓ પોતાના સંતાનોને એકલા ઘરે મૂકીને કામ પર જતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *