website

websiet

News

ગુજરાત માં આજે આટલા જિલ્લાઓ માં ધોધમાર વરસાદ ની આગાહી,નવી સિસ્ટમ સક્રિય થતા મેઘરાજાનું પછી આગમન..

હવામાન વિભાગે આગામી રવિવાર સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ ના હોવાનું જણાવ્યું છે. જોકે, તે પછી વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટરે જણાવ્યું હતું કે 16 મી જુલાઈ પછી વરસાદનું જોર વધી શકે છે. આ પહેલા રાજ્યમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગે બુધવારે સાત દિવસના હવામાનની આગહી કરી છે તેમાં રવિવાર સુધી ભારે વરસાદની શક્યતાઓ ના હોવાનું જણાવ્યું છે. આ પછી તેમણે વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે, જ્યારે ગુજરાતન બાકી ભાગો જેવા કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહી શકે છે.

તેમણે બુધવારે એ પણ જણાવ્યું હતું કે, આગામી સમયમાં જે સિસ્ટમ એક્ટિવ થવાની છે તેને હજુ થોડો સમય લાગી શકે છે. જોકે, રવિવાર સુધી સિસ્ટમની વધારે અસર ના હોવાનું પણ જણાવ્યું હતું. આ સાથે પવનની દિશા દક્ષિણપશ્ચિમથી પશ્ચિમના પવન રહેવાની સંભાવના છે. ઓફશોર ટ્રોફ પણ છે અને તેના કારણે એકાદ જગ્યામાં ભારે વરસાદ થઈ શકે છે.

અમદાવાદમાં વરસાદનું જોર હળવું રહેવાની શક્યતાઓ પણ ડૉ. મોહંતી દ્વારા બુધવારે વ્યક્ત કરવામાં આવી હતી. ભેજનું પ્રમાણ વધુ છે અને ગરમીના કારણે વરસાદ થઈ શકે છે. ગુજરાત રાજ્યમાં સિઝનનો 60 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. હવે આગામી દિવસોમાં વરસાદનું જોર વધે તો ઝડપથી તે 100 ટકા પર પહોંચી શકે છે.

હવામાન વિભાગે સાત દિવસની આગાહી કરી છે જેમાં આજના દિવસે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ અને દીવનો સમાવેશ થાય છે. આ સિવાય અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર અને પંચમહાલમાં પણ આજે હળવા વરસાદની શક્યતાઓ છે. આ સિવાયના રાજ્યના જિલ્લાઓમાં હવામાન સૂકું રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *