ગુજરાતને લઈને ધોધમાર વરસાદ ની આગાહી,હવે ગરમી માંથી મળશે રાહત,જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ..
બે ત્રણ દિવસ થી ગુજરાત માં ગરમી નું જોર ખૂબ વધી રહ્યું છે,ગુજરાત માં આ 2 3 દિવસ તો એવો બફાટ માર્યો કે જાણે ચોમાસુ જ જતું રહ્યું હોય,પણ હવે તમને એમાંથી મળશે રાહત,ગુજરાત માં વરસાદ ને લઈને હવામાંન વિભાગે આગાહી કરી છે,આગાહી અનુસાર કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી શકે છે. પૂર્વ પશ્ચિમ ટ્રફ વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં 7 અને 8 જુલાઈએ ભારે વરસાદ આવી શકે છે. પૂર્વ-પશ્ચિમ તરફનું દબાણ વધાવાના લીધે અસર જોવા મળશે.
હવામાન વિભાગના મતે 6 જુલાઈથી પવનની ગતિ વધશે. આ કારણોસર 7 થી 8 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 7 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. રાજ્યમાં નવી સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની છે. આ સિસ્ટમ સક્રિય થવાની સાથે જ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. ગુરુવારથી વરસાદનો બીજો તોફાની રાઉન્ડ પ્રારંભ થવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 6 જુલાઈએ અમરેલી, જૂનાગઢ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 7 જુલાઈએ અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
દેશમાં કેવી સ્થિતિ રહેશે
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ છૂટાછવાયા વરસાદનો દોર (5 જુલાઈ) તો અનેક ઠેકાણે ચાલુ રહેશે પરંતુ ભારે વરસાદ માટે થોડા દિવસ રાહ જોવી પડશે. બદલાઈ રહેલી સ્થિતિને જોતા આ વીકેન્ડમાં સમગ્ર દિલ્હી એનસીઆરમાં સારો વરસાદ પડે તેની સંભાવના છે. આ અઠવાડિયાના અંતમાં મોનસૂન ટ્રફ દિલ્હીની નજીક થઈને પસાર થઈ શકે છે. જેના પ્રભાવથી આ વીકેન્ડ પર ખુબ વરસાદ પડી શકે છે.
એજન્સીના જણાવ્યાં મુજબ 7 જુલાઈ બાદ હવામાનની તીવ્રતા અને પ્રસારમાં વધારો થશે અને ચારે બાજુ વરસાદનો માહોલ રહેશે. કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. આગામી સપ્તાહ 13 જુલાઈ સુધી વરસાદનો દોર રહી શકે છે. જેનાથી ઉકળાટથી લોકોને રાહત મળી શકે છે.