website

websiet

News

હવામાન વિભાગ ની આગાહી,આગામી 4 દિવસ આ જિલ્લાઓ માં ધોધમાર વરસાદ,40 કિમી ની ઝડપે પવન ફૂંકાશે…

ગુજરાતમાં વરસાદે ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રનો વારો કાઢ્યો છે. ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, દ્વારકા, જામનગર સહિતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે આજે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

મુજબ આગામી 4 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. ખાસ કરીને હજુ પણ સૌરાષ્ટ્રને મેઘો ઘમરોળશે, જેમાં જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવી આગાહી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. આપને એ પણ જણાવી દઈએ કે રાજ્યમાં સીઝનનો 65 ટકા ઉપર વરસાદ નોંધાય ચૂક્યો છે.માછીમારી અંગેની ચેતવણી આપતા જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને પાંચ દિવસની ચેતવણી આપવામાં આવી છે. ફીશરમેન વોર્નિંગ રહેશે.

22 જુલાઈએ પોરબંદર,જૂનાગઢ, ગીર સોમનાથ,અમદાવાદ,ખેડા, આણંદ, બરોડા, ભરૂચ,સુરત અને ડાંગમાં ભારે વરસાદી આગાહી છે. 22 જુલાઈએ અમરેલી ભાવનગર નર્મદા તાપી નવસારી વલસાડમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. 23 જુલાઈએ કચ્છ, સુરેદ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી,ગીર સોમનાથ, આણંદ,ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 24 જુલાઈએ દ્વારકા,જામનગર, પોરબંદર,સુરત અને નવસારીમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

ગુજરાતમાં જૂન મહીનાની શરૂઆતમાં અને પછી મધ્યમાં જે રીતે વરસાદ પડ્યો હતો. ત્યાર પછી એવું લાગતું હતું કે આ વખતે ચોમાસું ધમાકેદાર હશે. પરંતુ ચોમાસાની શરૂઆત બાદ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ તો જાણે ગાયબ જ થઇ ગયો છે. ગત વર્ષે 18 જુલાઇ સુધી રાજ્યમાં 36 ટકા વરસાદ થયો હતો. સરેરાશની સામે રાજ્યમાં 39 ટકાની ઘટ છે.

રાજ્યમાં 33માંથી 32 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ થયો છે. તાપીમાં સરેરાશથી 73 ટકા, ગાંધીનગરમાં 69 ટકા, દાહોદમાં 61 ટકા વરસાદની ઘટ નોંધાઇ છે. 9 જિલ્લામાં વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં 6 વર્ષની સરખામણીએ આ વર્ષે જૂલાઇમાં સૌથી ઓછો વરસાદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *