website

websiet

News

હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને કરવામાં આવી આગાહી,આ દિવસો માં ધોધમાર વરસાદ ની આગાહી..

આવતીકાલથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર,આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તૂટી પડશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ નોંધાશે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે.

25 જૂને ચોમાસું બેઠું ત્યારથી સતત વરસાદ ચાલુ છે. ચોમાસાનો પહેલો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. અને હવે બીજો રાઉન્ડ શરૂ થશે. ભારે વરસાદના પગલે નદીનાળાં છલકાયાં હતાં અને મોટાભાગના ડેમ પણ ઓવરફ્લો થઈ જવા પામ્યા છે. હાલ રાજ્યમાં વરસાદનો વિરામ છે. ત્યારે આવતીકાલથી ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડ માટે તૈયાર રહો.

હવામાન વિભાગ ની માહિતી અનુસાર રાજ્યમાં હાલ બે દિવસ તો વરસાદ ન રહ્યો. પરંતું આગામી 6 ,7, અને 8 જુલાઈએ વ્યાપક વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. પૂર્વ પશ્ચિમ ટ્રફ વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ રહેશે. તો અમદાવાદમાં કાલે એ ભારે વરસાદ આવી શકે છે.

રાજ્યના મોટા ભાગના ડેમોમા સારા એવા પાણીની આવક થઈ છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે ફરી ધોધમાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 6 થી 9 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. આ તારીખ દરમિયાન ગિર- સોમનાથ, અમરેલી, નવસારી તથા વલસાડમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.

તમામ ટીમો એલર્ટ મોડ પરઃ રાજયમાં 206 જળાશયો પૈકી 23 જળાશય હાઈ એલર્ટ, 15 એલર્ટ અને 10 વોર્નિંગ પર છે.એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે તથા તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *