હવસખોર રીક્ષા ચાલકે જંગલમાં બાથરૂમ જવાના બહાને રીક્ષા રોકી અને મહિલા ને બનાવી હવસનો શિકાર…
પોલીસે જણાવ્યું કે ‘નવી મુંબઈના સીબીડી બેલાપુરથી ગોરેગામ પાછી ફરતી વખતે રિક્ષા-ડ્રાઇવરે આરેના જંગલમાં બાથરૂમ જવાના બહાને રિક્ષા રોકી હતી. ત્યાર બાદ મહિલાનું મોઢું દબાવીને તેને ચૂપ રહેવાનું કહી માર નાખવાની ધમકી આપીને તેના પર બળાત્કાર કર્યો હતો. મહિલાએ વિરોધ કર્યો ત્યારે રિક્ષા-ડ્રાઇવરે તેને માર માર્યો અને કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સૌથી પહેલાં આરોપીએ મહિલા સાથે મારઝૂડ કરી હતી. ત્યાર બાદ તેને ધમકી આપી તેની પર બળાત્કાર કર્યો હતો. ઉપરાંત તેણે ઘટના બાબતે ચૂપ રહેવાની ધમકી પણ આપી હતી. પોલીસે આપેલી માહીતી મુજબ આ આરોપીનું નામ ઇન્દ્રજીત સિંહ છે જે યુપીનો નિવાસી છે અને મુંબઇમાં રિક્ષા ડ્રાઇવર તરીકે કામ કરે છે.
આ અંગે મળતી વધુ વિગતો મુજબ આરોપીએ આ મહિલાને ધમકી આપી હોવાથી તેણે આ વાતની જાણ કોઇને પણ કરી નહતી. થડા મહિના પહેલાં જ પિડીત મહિલાની પ્રસૂતી થઇ હતી. જોકે ઘટનાના કેટલાંક દિવસો બાદ મહિલાને રસ્તસ્ત્રાવ થવા લાગ્યો. તેથી પરિવારજનો તેને તાત્કાલીક હોસ્પિટલમાં લઇ ગયા. જ્યાં આ મહિલાના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા. ચેકઅપ દરમીયાન તબીબને મહિલાના શરીર પર કેટલાંક જખમો દેખાઇ આવ્યા.
તબીબને શંકા થતાં તેમણે મહિલાને વિશ્વાસમાં લઇ તેની પૂછપરછ કરી. ત્યાર બાદ આ મહિલાએ તેની સાથે બનેલી ઘટનાની જાણ તબીત તથા તેના પરિવારને કરી. પરિવારને આ વાતની જાણ થતાં તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસને ફરિયાદ મળતાં જ તેમણે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોએ આપેલ માહિતી અનુસાર પીડીત મહિલા સીબીડી બેલાપૂર ખાતે તેની માસીના ઘરે ગઇ હતી. ત્યાંથી તેણે ઘરે પાછા ફરવા માટે નવી મુબંઇથી ગોરેગામની રિક્ષા બૂક કરી હતી.
રિક્ષા આરે કોલોનીમાં પહોંચી તે વખતે રિક્ષા ડ્રાઇવર રિક્ષા એક અવાવરું જગ્યાએ લઇ ગયો. ત્યાં તેણે પહેલાં તો મહિલા સાથે મારઝૂડ કરી. અને ત્યાર બાદ મહિલા સાથે જબરદસ્તી કરી બળાત્કાર કર્યો. ત્યાર બાદ આરોપી મહિલાને આ અંગે ચૂપ રહેવા માટે ધમકી આપી અને ત્યાંથી ભાગી ગયો હતો.
અને સીધો ઉત્તર પ્રદેશ જતો રહ્યો હતો. દરમીયાન પોલીસે પીડિતા પાસેથી તમામ માહિતી મેળવી તરત જ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. સૌથી પહેલાં તો પોલીસ રિક્ષાના માલિકને મળી હતી. ઘટનાના બીજા જ દિવસે આરોપી ભાગી ગયો હોવાની જાણકારી પોલીસને મળી હતી. પોલીસે તમામ જાણકારી ભેગી કરી આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો. રવિવારે તેને મુંબઇ લાવવામાં આવ્યો હતો.