હેવાનીયત/ બે મહિલાઓને નગ્ન કરીને આખા ગામ માં ફેરવી,અને ખેતર માં લઇ જઇને કર્યો ગેંગ રેપ,આખો દેશ હચમચી ગયો..
મણિપુરમાં હિંસા ચાલુ છે. આ દરમિયાન માનવતાને શર્મસાર કરતો એક મામલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મહિલાઓને ટોળા દ્વારા નગ્ન અવસ્થામાં લઈ જવામાં આવી રહી છહિંસાગ્રસ્ત મણિપુરની બે મહિલાઓનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં નગ્ન અવસ્થામાં રસ્તા પર પરેડ કરાવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો મુજબ લોકોના ટોળાએ તેમને નગ્ન કરી પરેડ જ નહોતી કરાવી પણ સાથે જ તેમના પર સામૂહિક દુષ્કર્મ પણ આચર્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. માહિતી અનુસાર દુષ્કર્મ અને મારપીટ બાદ મહિલાઓ બોલી પણ શકતી નથી.
એક આદિવાસી સંગઠન દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે બંને મહિલાઓ પર નજીકના ખેતરમાં સામુહિકો બળાત્કાર પણ કરવામાં આવ્યો છે. આઈટીએલએફના નિવેદન અનુસાર આ ઘટના મણીપુરની રાજધાની ઇન્ફાલથી લગભગ 35 કિલોમીટર દૂર કાંગપોકપી જિલ્લામાં ચાર મે ના રોજ સામે આવી હતી. આ ઘટનાથી દેશ આખો હચમચી ગયો
આ ભયાનક વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર 2 મહિલાઓની ખુલ્લેઆમ નગ્ન કરી બળજબરી પૂર્વક ફેરવવામાં આવી રહી છે. મહિલાઓની સાથે ગુંડાઓ છોકરીને થપ્પડ પણ મારી અત્યાચાર ગુજરી રહ્યા છે. તેના પ્રાઈવેટ પાર્ટને બળપૂર્વક સ્પર્શ કરતા પણ દેખાઈ રહ્યા રહ્યા છે. નોંધનીય છે કે કુકી સંગઠન ILTFનું કહેવું છે કે આ બંને પીડિત મહિલાઓ કુકી સમુદાયમાંથી આવે છે. કે મેઇતેઈ સમુદાયના ટોળાએ મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ફેરવી હતી. બાદમાં તેઓની પર ડાંગરના ખેતરમાં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હોવાની પણ રાવ ઉઠી રહી છે.
મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી હતી. આ મહિલાઓનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેટલાક પુરુષો લાચાર મહિલાઓની છેડતી કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે મહિલાઓ રડતી અને આજીજી કરતી જોવા મળી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના 4 મેની છે. સ્વદેશી આદિવાસી નેતાઓની ફોરમના જણાવ્યા અનુસાર, “ઘૃણાસ્પદ” ઘટના રાજધાની ઇમ્ફાલથી 35 કિમી દૂર કાંગપોકપી જિલ્લામાં બની હતી.
આ ઘટનાને લઇ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે યૌન હિંસાની આ તસ્વીરો હૈયુ હચમચાવે તેવી છે. આ હિંસાની નિંદા જેટલા શબ્દોમાં કરીએ તેટલી ઓછી છે.વધુમાં હિંસાનો માર મહિલાઓને જ સહન કરવો પડે છે. આથી મણિપુરમાં શાંતિ સ્થાપવાના બધાએ એક સુર બનવું જોઈએ.વધુમાં મણિપુર હિંસા વચ્ચે પણ કેન્દ્ર સરકાર આંખ આડા કાન કરીને બેઠી છે.
તો પ્રદયોત ત્રિપુરાએ જણાવ્યું કે મણિપુરમાંથી એક ખાસ સમુદાયની એક મહિલાને ટોળા દ્વારા નગ્ન કરીને પરેડ કરવામાં આવતી હોવાના વિચલિત કરતા વીડિયો સામે આવ્યા છે. મણિપુરમાં નફરતની જીત થઈ રહી છે.
AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘મણિપુરમાં બનેલી ઘટના અત્યંત શરમજનક અને નિંદનીય છે. ભારતીય સમાજમાં આ પ્રકારના જઘન્ય કૃત્યને સહન કરી શકાય નહીં. મણિપુરમાં સ્થિતિ ઘણી ચિંતાજનક બની રહી છે. હું વડાપ્રધાનને મણિપુરની સ્થિતિ પર ધ્યાન આપવાની અપીલ કરું છું. મહેરબાની કરીને આ ઘટનાના વિડિયોમાં દેખાતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરો. ભારતમાં આવા ગુનાહિત પ્રકૃતિના લોકોને કોઈ સ્થાન ન હોવું જોઈએ