આવા લોકો એ ન કરવું જોઈએ વાયેગ્રા નું સેવન,નહીં તો જીવ પણ જઈ શકે છે..
વાયગ્રાનું સેવન સામાન્ય રીતે પુરુષ સેક્સ પાવર વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે અથવા તો લાંબા સમય સુધી સેક્સ એક્ટને કન્ટિન્યુ રાખવા માટે પણ વાયગ્રાનો ઉપયોગ કરાતો હોય છે. સંશોધનોમાં સામે આવ્યું છે કે વાયગ્રાથી ફાયદા થાય છે પણ નુકસાનની સામે તેનું પ્રમાણ ઘણું ઓછું છે.
10 પ્રકારના પુરૂષોએ વાયગ્રાથી રહેવું જોઈએ દૂર.
સિલ્ડેનાફિલ અથવા અન્ય દવાઓથી એલર્જી ધરાવતા દર્દીઓ,છાતીના દુખાવા માટે નાઈટ્રેટ દવાઓ લેતા પુરુષો,હૃદય અને યકૃત રોગ સાથે પુરૂષ દર્દીઓ,સ્ટ્રોક, હાર્ટ એટેક પુરુષો,લો બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓ,દુર્લભ આનુવંશિક આંખના રોગવાળા દર્દીઓ,બ્લડ કેન્સર ધરાવતા દર્દીઓ જેમ કે સિકલ સેલ એનિમિયા, લ્યુકેમિયા, મલ્ટિપલ માયલોમા પુરૂષ જનન અંગછેદનના દર્દીઓ પેટના અલ્સરથી પીડિત માણસ રક્તસ્રાવની સમસ્યાથી પીડાતા પુરુષો.
આ વસ્તુ સાથે વાયગ્રા ન લેવી જોઈએ
હેલ્થ એક્સપર્ટના મતે વાયગ્રાને ક્યારેય ગ્રેપફ્રૂટના જ્યુસ સાથે ન લેવી જોઈએ. જો તમે આ ભૂલ કરશો તો તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. પુરુષો તેનું પાણી સાથે સેવન કરી શકે છે.
માથાનો દુખાવો
વાયગ્રાના સેવનના નુકસાનની વાત કરીએ તો ઘણાં સંશોધનમાં એ વાત સામે આવી છે કે, વાયગ્રાના સેવનથી માથું દુખાવાની ફરિયાદ રહે છે.
લિવરને નુકસાન
વાયગ્રાના સેવનથી લિવર પર ખરાબ અસર પડે છે. જો કોઈ નિયમિત રીતે વાયગ્રા લેતું હોય તો તેનું લિવર નબળું પડી જવાની શક્યતાઓ છે. આવામાં વ્યક્તિને ભોજન પચવામાં અને સોજા ચઢવાની સમસ્યા થાય છે.
હાર્ટ અટેક
ડૉક્ટરોનું માનવું છે કે વાયગ્રાનું સેવન કરનારાઓની ઉંમર સામાન્ય રીતે ઓછી હોય છે. તેના સેવનથી ધીરે-ધીરે હ્રદય સાથે જોડાયેલી સમસ્યા ઉભી થાય છે. જેને વ્યક્તિ સમય રહેતા ઓળખી પણ નથી શકતી, અને સ્થિતિ વધારે ખરાબ થઈ જાય પછી તેનો ખ્યાલ આવે છે. વાયગ્રા ખાનારા લોકોને હાર્ટ અટેક પણ આવે છે.
આંખો નબળી પડવી
વાયગ્રાના સેવનથી આંખો નબળી પડી જાય છે. સામાન્ય રીતે વાયગ્રાનો વધુ ઉપયોગ કરનારાઓની આંખો નબળી પડી જાય છે.
ચામડીની ચમક ઘટવી
વાયગ્રાના સેવનથી ચામડીની ચમક પણ ઓછી થઈ જાય છે. લાંબા સમય સુધી તેના સેવનથી કરચલીઓ પડવા લાગે છે. તેથી એ સ્પષ્ટ થાય છે કે વાયગ્રાનું વધુ પડતું સેવન નુકસાન કારક છે.
એલર્જી થવાની શક્યતાઓ
વાયગ્રાથી એલર્જી પણ થઈ શકે છે. તેનાથી ચહેરા, હોઠ, જીભ અને ગળામાં સોજા આવી જાય છે. આ સિવાય વ્યક્તિને સેક્સ દરમિયન શરીરમાં પણ પીડાનો અનુભવ થાય છે.
કાન પર ખરાબ અસર
વાયગ્રાના સેવનથી ખરાબ અસર પડે છે જેમાં વ્યક્તિની સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. વાયગ્રાનનું સેવન કરતી વ્યક્તિને એવો ભાસ થયા કરે છે કે તેના કાન પાસે સતત કોઈ અવાજ થતો રહે છે, અથવા અચાનક જ સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થઈ જાય છે
સાઇડ ઈફેક્ટ દેખાવા પર કરો આ કામ
જો વાયગ્રા ટેબલેટ લેવા પર સાઇડ ઇફેક્ટ જોવા મળે છે તો તમારે તત્કાલ આરામ કરવો જોઈએ અને પાણી પીવુ જોઈએ. પરંતુ રાત ન મળે તો તત્કાલ ડોક્ટરને દેખાડો, કારણ કે તેની કેટલીક ગંભીર આડઅસર જોવા મળી શકે છે.
વધુ અસર મેળવવા ક્યારે લેવી વાયગ્રા?
સિલ્ડેનાફિલ ડ્રગની અસર દેખાતા 30થી 60 મિનિટ લાગે છે. પરંતુ એક્સપર્ટ શારીરિક સંબંધ બનાવવાના 4 કલાક પહેલા વાયગ્રા લેવાની સલાહ આપે છે. તો ખાલી પેટ વાયગ્રા લેવાથી તેની અસર જલદી દેખાવા લાગે છે.