માં હરસિધ્ધિ જ્યાં જ્યાં સાક્ષાત બિરાજમાન છે એવા કોયલા ડુંગરનો ઇતિહાસ જાણો..
ગુજરાતની ધરતી પર ચમત્કારી અને પવિત્ર ઘણા મંદિરો આવેલા છે, આજે અમે તમને જામનગર જિલ્લાની સરહદે દરિયા કિનારે આવેલા હરસિદ્ધ માતાજીના પ્રાચીન મંદિર વિશે વાત કરીશું. આ મંદિર પોરબંદરથી 22 કિ.મી. અને દ્વારકાથી લગભગ 40 કિ.મીના અંતરે આવેલું છે.
આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે, જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે.આ મંદિર વિશેની લોકવાયકા એવી છે કે મૂળ મંદિર જે ડુંગર પર છે.
તેમાં સ્થાપિત દેવીની દ્રષ્ટિ સમુદ્ર પર જ્યાં પડતી તે જગ્યાએથી પસાર થતાં જહાજો ડૂબી જતાં હતાં. આથી ગુજરાતના દાનવીર શેઠ જગડુશાએ પોતાના કુટુંબનું બલિદાન આપીને પણ માતાજીનું સ્થાન ડુંગરની તળેટીમાં પ્રસ્થાપિત કરાવ્યું.
માતાજીના આ મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્નના કુળદેવી કહેવાય છે. બેટ દ્વારકામાં રહેતા અસુર શખાસુરને હણવા માટે ભગવાન શ્રી કૃષ્ણે કોયલ ડુંગર પાસે માતાજીની પૂજા કરી હતી.
માતાજીએ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયા હતા અને માતાજી અહીંયા ડુંગર પર પ્રગટ થયા હતા. ત્યારબાદ 56 કોટી સાથે અસુરને હણવા માટે માતાજીએ ભગવાનને કહ્યું હતું તો માતાજીએ કહ્યું કે દરિયા પાસે જઈને મારુ સ્મરણ કરજો.
તો હું આવી જઈશ અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ 56 યાદવો સાથે કોયલ ડુંગર પર જઈને માતાજીને યાદ કર્યા હતા.પછી માતાજીનું અહીંયા સ્થાપન કર્યું હતું ત્યારથી માં હરસિધ્ધિ અહીંયા હાજરા હજુર બિરાજમાન છે,
અહીંયા રોજે રોજ હજારો ભક્તો માતાજીના દર્શને આવે છે એની માતાજી તેમના ભક્તોના દુઃખો દૂર કરે છે અને માતાજીના દર્શન માત્રથી જ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
મંદિર અંગેની બીજી લોકવાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજજૈન લઈ ગયાં. આમ માતાજીના વાસ દિવસ દરમ્યાન ઉજજૈનના હરસિદ્ધ મંદિરમાં અને રાત્રી દરમ્યાન અત્રેના મંદિરમાં હોય છે.
માતાજી અહી પધારે તે વખતે હિંડોળાનો અવાજ થાય ત્યાર બાદ જ આરતી કરવામાં આવે છે. અને ત્યારબાદ જ દર્શન થાય છે.બંન્ને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમ જ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી છે.
હરસિદ્ધ મંદિરની બારશાખને સુંદર અને સુશોભિત કરેલી છે. મંદિરનું જેટલું ધાર્મિક મહત્વ રહેલું છે તેટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ રહેલુ છે. મંદિરની પાછળ એક કિલોમીટર દુર સુધી રેતીવાળો છીછરો દરિયા કિનારો જોવા મળે છે