માં મોગલ નો ચમત્કાર/ જે બીમારી ડોક્ટર ના મટાડી શક્યા એ માં મોગલે મટાડી દીધી,જાણો સત્ય ઘટના..
ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર. આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે. તો તેની મનોકામના પૂર્ણ થાય છે.
મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે.કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે.
આજે આપણી કપરા ખાતે બિરાજમાન મોગલ માતા વિશે વાત કરવા જઈ રહ્યા છે મણીધર બાપુ લોકોને સાચો માર્ગ દર્શાવતા હોય છે અને દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે.કબરાઉમાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે.
મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે. અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે.માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે.
માં મોગલ ના દરબારમાં ઘણા ભક્તોના તેમના જીવનમાં આવેલી મુશ્કેલીઓ લઈને આવે છે અને માં મોગલ તેમની દરેક મુશ્કેલીઓ કરે છે ત્યારે ભક્તો માતાના ચરણોમાં હજારો રૂપિયા લઇને માં મોગલ ના ચરણોમા અર્પણ કરવા માટે આવે છે.
પરંતુ મોગલ ધામમાં એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી. મણીધર બાપુ ભક્તો જે ચઢાવે છે તેના કરતાં વધારે જ તેને પાછું આપવામાં આવે છે.
માં મોગલ ની કૃપાથી તેમનું દરેક કામ પૂરું થાય છે. તેનું મુખ્ય કારણ હોય છે ભક્તોની માતા પ્રત્યેની શ્રદ્ધા. આવી જ શ્રદ્ધાનું ઉદાહરણ ફરી એકવાર મોગલ ધામમાં જોવા મળ્યું.
અહીં એક ભક્ત માતાના ચરણે આવીને નકમસ્તક થયો હતો. સાથે જ તે મણીધર બાપુને પણ મળ્યો. યુવકે કે જણાવ્યું કે તે ગોંડલના ગુંડરા ગામનો રહેવાસી છે.
થોડા દિવસો પહેલા તેના શરીરમાં અસહ્ય દુખાવો અને ખૂબ જ પીડા થતી હતી. તેને ઘણા ડોક્ટરોને બતાવ્યું અને ઘણી દવા કરી પરંતુ તેને દુખાવો દૂર થતો ન હતો. તેની કરોડરજ્જુ માં સમસ્યા હતી અને તેનો ઈલાજ થઈ શકે તેમ ન હતું.
આ દુખાવા દરમિયાન એક દિવસ તેને માં મોગલ નો વિડીયો જોયો અને મન માં માનતા રાખી કે તેની આ બીમારી દૂર થશે તો તે માં મોગલના ચરણોમાં 21 હાજર રૂપિયા અર્પણ કરશે.
માનતા રાખ્યાને થોડાક જ દિવસોમાં તે વ્યક્તિની બીમારી કાયમ માટે દૂર થઈ ગઈ. પછી તે વ્યક્તિ ગોંડલ થી કચ્છ પહોંચ્યો અને મંદિરમાં માં મોગલ ના ચરણોમા 21 હજાર રૂપિયા ચઢાવ્યા. મણીધર બાપુએ તેની ઉપર એક રૂપિયો ઉમેરીને તે પૈસા પાછા આપ્યા અને કહ્યું કે આ રૂપિયા તારી દીકરીને આપી દે જે.