અંબાલાલ પટેલ ની મોટી આગાહી,ગુજરાત ના આ જિલ્લાઓ માં ધોધમાર વરસાદ પડવાની શક્યતા.
ગુજરાતમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. જુનાગઢ, અમરેલી, નવસારી અને અમદાવાદનાં લોકોને તાજેતરમાં પડેલો વરસાદ હજુ ભુલાયો નથી.
ત્રીજા રાઉન્ડમાં ધડબડાટી બોલાવ્યા બાદ ફરી એકવાર બંગાળની ખાડીમાં બનેલું લો-પ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને બહુ જલદી ધડબડાટી બોલાવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઈને ગુજરાતનાં જાણીતા અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 30 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી શક્યતા છે. હાલમાં રાજ્યમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 22થી 29 તારીખ ભારેથી અતિભારે વરસાદ રહેશે.
ગુજરાતનાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ જણાવે છે કે બંગાળની ખાડીમાં બનેલું વહન ગુજરાત સહિત દેશના ભિન્નભિન્ન ભાગોમાં વરસાદ લાવશે. આ સાથે અરબ સાગરનો ભેજ પણ મળશે અને 30મી જુલાઈ સુધીમાં સમગ્ર દેશ સહિત ગુજરાતના ઘણાં ભાગોને રેલમછેલમ કરી શકે તેવો વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 83 ટકા વરસાદ પડી ચૂક્યો છે. સિઝનના ત્રણ રાઉન્ડમાં જ સરેરાશ 83 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતના બે ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. કચ્છમાં અત્યાર સુધી સિઝનનો 132 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 105 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 61 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 57.6 ટકા વરસાદ, જ્યારે સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 55.3 ટકા વરસાદ નોંધાયો છે.
સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની સપાટી 128.82 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ ડેમમાં પાણીની આવક 1,00,606 ક્યુસેક છે. 24 કલાકમાં પાણીની સપાટીમાં 31 સેમીનો વધારો થયો છે.
બીજી બાજુ, રાજ્યમાં વરસાદના ચોથા રાઉન્ડનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વિરામ બાદ વરસાદનો ધોધમાર રાઉન્ડ શરૂ થઈ શકે છે. આજથી રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે. જુલાઈ અંતમાં ફરી વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થઇ શકે છે.