આ એ જ નરાધમ જેને માણિપુર માં મહિલાઓને નગ્ન કરીને ફેરવી,તસવીરો આવી સામે,આને કેવી સજા થવી જોઈએ?
મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરીને ખેતરમાં લઈ જઈને રેપ કરનાર મુખ્ય આરોપી ઝડપાયો છે. જેની આજે પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે, આ નરાધમ નું નામ હુઈરેમ હિરોદાસ મૈઈતી છે. જે વાયરલ થઈ રહેલા વીડિયોમાં નરાધમ નગ્ન મહિલાઓને પકડીને રસ્તા પર ચાલતો દેખાયો હતો તેણે ગ્રીન ટી-શર્ટ પહેર્યું હતું.
કેવી રીતે બની ઘટના.મણિપુરમાં 4 મેના દિવસે કુકી અને મૈતઈ સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળી હતી જેના એક દિવસ બાદ મૈતઈ સમાજના લોકોએ કુકી સમાજની બે મહિલાઓને નગ્ન કરીને રોડ પર ફેરવી હતી ત્યાર બાદ તેમને નજીકના ખેતરમાં લઈને સામૂહિક રેપ કરાયો હતો. આ ઘટનાનો વીડિયો ગઈ કાલે વાયરલ થયો હતો
મહિલાઓને નગ્ન ફેરવી અને બળાત્કાર કરાયો.ગઈ કાલે મણિપુરનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક ટોળું બે મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ફેરવી રહેલું જોવામાં આવતું હતું, જેણે પણ આ વીડિયો જોયો તેનું કાળજું કંપી ગયું હતું.
મણિપુરમાં હિંસા કેમ ફાટી નીકળી?આ સમજવા માટે આપણે મણિપુરનું ભૌગોલિક સ્થાન જાણવું જોઈએ. આ સાથે આપણે થોડું પાછળ જવું જોઈએ. વાસ્તવમાં, મણિપુરની રાજધાની ઇમ્ફાલ બરાબર મધ્યમાં છે. આ સમગ્ર રાજ્યના 10% છે, જેમાં રાજ્યની 57% વસ્તી રહે છે. બાકીના 90% આસપાસના વિસ્તારો પહાડી વિસ્તારો છે, જ્યાં રાજ્યની 43% વસ્તી રહે છે. ઈમ્ફાલ ખીણ વિસ્તારમાં મીતેઈ સમુદાયની વસ્તી વધુ છે. આ મોટાભાગે હિન્દુઓ છે. મણિપુરની કુલ વસ્તીમાં તેમનો હિસ્સો લગભગ 53% છે. જો આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યના કુલ 60 ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો મીતેઈ સમુદાયના છે.
બીજી તરફ ડુંગરાળ વિસ્તારોમાં 33 માન્યતા પ્રાપ્ત આદિવાસીઓ રહે છે. આમાં નાગા અને કુકી જાતિઓ મુખ્ય છે. આ બંને જાતિઓ મુખ્યત્વે ખ્રિસ્તી છે. આ સિવાય મણિપુરમાં 8-8 ટકા વસ્તી મુસ્લિમ અને સનમાહી સમુદાયની છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ 371C હેઠળ મણિપુરની પહાડી જાતિઓને વિશેષ દરજ્જો અને સુવિધાઓ મળી છે, જે મેઇતેઈ સમુદાયને મળતી નથી. ‘લેન્ડ રિફોર્મ એક્ટ’ને કારણે મેઇતેઈ સમુદાય જમીન ખરીદી શકતો નથી અને ડુંગરાળ વિસ્તારોમાં સ્થાયી થઈ શકતો નથી. જ્યારે ડુંગરાળ વિસ્તારોમાંથી આવીને ખીણમાં વસવાટ કરવા પર આદિવાસીઓ પર કોઈ પ્રતિબંધ નથી. આનાથી બંને સમુદાયો વચ્ચે મતભેદો વધી ગયા છે.
શું હતી આખી ઘટના મણિપુરમાં મૈતેઇ અને કુકી સમુદાયો વચ્ચે અથડામણ થયાના એક દિવસ બાદ 4 મેના રોજ કાંગપોકપી જિલ્લાના બી ફિનોમ ગામ નજીક આ હુમલો થયો હતો. આ દરમિયાન ભીડે રસ્તા પર ત્રણ કૂકી મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવી હતી. આ દરમિયાન ધોળા દિવસે એક મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં બે મહિલાઓને નગ્ન બતાવીને રસ્તા પર લઈ જવામાં આવી છે. કેટલાક યુવકો તેમની સાથે ચાલતા જોઇ શકાય છે, જ્યારે અન્ય પુરુષો વ્યથિત દેખાતી મહિલાઓને ખેતરોમાં ખેંચી રહ્યા છે.
4 મે 2023ના બપોરે 3 વાગ્યાની આસપાસ, 800-1000 લોકોનું ટોળું એકે-303, એસએલઆર, ઇન્સાસ અને રાઇફલ જેવા આધુનિક હથિયારો લઈને
કાંગપોકપી જિલ્લામાં બી. ફિનોમ ગામમાં ઘુસી ગયું હતું. અહીં આવીને ઉન્માદી ટોળાએ ઉત્પાત મચાવ્યો હતો તેમણે ઘરોમાં તોડફોડ કરી, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, વાસણો, કપડાં અને રોકડ રકમ લૂંટી લીધી અને ઘરોને આગ ચાંપી દીધી.
વીડિયોમાં બચી ગયેલા એક વ્યક્તિએ કહ્યું, “મણિપુરની પોલીસ ત્યાં હાજર હતી, પરંતુ તેઓએ અમારી મદદ કરી ન હતી. બીજી બચી ગયેલ મહિલાએ તેણે ચાર પોલીસકર્મીઓને કારમાં બેસીને હિંસા જોતા જોયા. “તેઓએ અમને મદદ કરવા માટે કંઈ કર્યું નથી,” તેણીએ કહ્યું. ટોળાના આ હુમલામાં બચી ગયેલા આ વ્યક્તિના પિતા અને ભાઈનું મોત થયું હતું.
ધ વાયરે આ મામલે સૈકુલ પોલીસ સ્ટેશનના નો સંપર્ક કરવા કોલ કર્યો પરંતુ કોલ કનેક્ટ થઈ શકયો નહિ. પીડિત દ્વારા કરવામાં આવેલ આ દાવા પર પોલીસ પ્રતિક્રિયા આપશે ત્યારે આ રિપોર્ટ અપડેટ કરવામાં આવશે