પપ્પા ની પરીએ ચાલુ ટ્રેન માં એવું કાંડ કર્યું કે વીડિયો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે.
આજ કાલ છોકરી એ સોશિયલ મીડિયા પર ફેમસ થવા નવા નવા કારનામા કરતી હોય છે,છોકરી એ બાઇક પર સ્ટંટ કે પછી લોકો જોડે કાંડ કરતી જોવા મળે છે,અને ઘણી વાર એમની જોડે દાવ પણ થઈ જાય છે,અને મોટી દુર્ઘટના નો શિકાર બને છે,આવો જ એક વીડિયો હાલ માં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરી ચાલુ ટ્રેન માં સ્ટંટ કરતી જોવા મળે છે,પછી આગળ શું થાય છે એ વીડિયો માં જ જોવો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, છોકરી ટ્રેનના ગેટ પર આવીને વીડિયો બનાવી રહી છે. વીડિયોમાં આપ જોઈ શકો છો કે, તે ગેટથી બહાર આવીને લટકી રહી છે. તેમાં સૌથી હેરાન કરનારી વાત એ છે કે,
આ છોકરીનું આખું શરીર ટ્રેનની બહાર છે, પણ છોકરીને નથી ખબર કે તેની સાથે એવું કંઈક થવાનું છે, જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. વીડિયોમાં આપ જોઈ શકશો કે જેવી ટ્રેન આગળ વધે છે, તો એક લોખંડનો થાંભલો આવી જાય છે. લોખંડના થાંભલા જોઈને છોકરી ડરી જાય છે. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે, જો એક સેકન્ડ મોડું થયું હોત તો ત્યાંને ત્યાં જીવ જતો રહ્યો હોત.
— Out of Context Human Race (@NoContextHumans) June 19, 2023
આ વીડિયોને એક ઈંસ્ટાગ્રામ યૂઝરે શેર કર્યો છે. વીડિયોને કેટલાય લોકોએ જોયો છે. આ વીડિયો જોઈને લોકોને પ્રતિક્રિયા પણ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે આજ પછી હવે આ છોકરી ટ્રેનના ગેટ પર વીડિયો નહીં બનાવે. એક યુઝરે લખ્યું કે, લોકો સોશિયલ મીડિયા સ્ટાર બનવા માટે શું શું કરવા તૈયાર થઈ જાય છે.
એક યુઝરે લખ્યું કે, નાની એવી ખુશી માટે હંમેશા માટે જીવ જતો રહેતો. એક અન્ય યુઝરે લખ્યું કે, આ વીડિયો હકીકતમાં હચમચાવી નાખનારો છે. આખરે એવું ક્યાં સુધી ચાલશે? આવા જ ફોટોગ્રાફીના ચક્કરમાં કેટલાય લોકોના જીવ જતાં રહે છે.