website

websiet

ajab gajab

IAS ઇન્ટરવ્યૂ માં પુછાયો સવાલ,એક વ્યક્તિ એ એક દિવસે એક જ શહેર માં બે લગ્ન કર્યા છતાં એને કોઈ એ કઈ ના કહ્યું?..

લે સમોસા ખા, સવાલ સાંભળીને કેન્ડિડેટના પરસેવા છૂટ્યા પરંતુ આપ્યો આવો મજેદાર જવાબ જાણો IAS IPS ઇન્ટરવ્યૂના સવાલ જવાબ. સંઘ લોક સેવા આયોગ માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ નહી પણ ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે.

યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે ઈન્ટરવ્યુંમાં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે.IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા, તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે.

એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા છીએ જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – તમારા ખિસ્સામાં પાંચ ચોકલેટ છે બે તમે કાઢી લીધી તો તમારી પાસે કેટલી ચોકલેટ વધી?

જવાબ – પાંચ.

પ્રશ્ન – હું એક સામાન્ય નાગરિક છું, મને જીએસટીથી શું લાભ મળશે?

જવાબ – તેમાં ટેક્સ સીસ્ટમ સસ્તી થઇ જશે, દેશમાં બિઝનેસ અને રોજગાર વધશે.

પ્રશ્ન – દવાઓના પેકેટ વચ્ચે ખાલી જગ્યા કેમ હોય છે?

જવાબ – આમ તો દવાઓ વચ્ચે ખાલી જગ્યા જેતે દવાઓના કેમિકલ એકબીજાને મળતા અટકાવે છે. કેમિકલનું એકબીજા સાથે રીએક્શનનું જોખમ રહે છે. તેનાથી દવા ખરાબ થઇ જાય છે. એટલા માટે પેકેટ્સમાં જગ્યા ખાલી રાખવામાં આવે છે. બીજું કારણ એ પણ છે કે તેનાથી દવાઓની પાછળ લખેલી માહિતી જેવી કે – એક્સપાયરી ડેટ, ડોઝ વગેરે વાંચવામાં મદદ મળે છે.

પ્રશ્ન – રમેશે એક જ દિવસમાં એક જ શહેરમાં બે લગ્ન કર્યા પરંતુ કોઈએ તેને કાંઈ જ ન કહ્યું, એવું કેમ?

જવાબ – રમેશ પંડિતનું નામ છે.

પ્રશ્ન – એવી કઈ ફિલ્મ છે જેમાં 71 ગીત છે?

જવાબ – 1932 માં બનેલી ‘ઇન્દ્ર સભા’ એ ગીતની બાબતમાં એક રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મમાં 71 ગીત હતા. એટલા ગીત આજ સુધી બીજી કોઈ ફિલ્મમાં નથી આવ્યા.

પ્રશ્ન. પેટ સંબંધી બીમારીઓ વિશે જણાવો?

જવાબ – આરોગ્ય વિભાગની આયુષ શાખામાં કાર્યરત વિશેષ સચિવ IAS રાજકમલ યાદવને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું, યુપીએસસી ઈન્ટરવ્યુંમાં મને બીમારીઓ વિષે પૂછવામાં આવી રહ્યું હતું. સામે બેઠેલા એક સાહેબ સમોસા ખાઈ રહ્યા હતા. મને પૂછવામાં આવ્યું કે પેટ સંબંધી બીમારીઓ વિષે થોડા કારણ જણાવો.

મેં જવાબ આપ્યો કે, જે સમોસા તમે ખાઈ રહ્યા છો, સૌથી વધુ પેટની બીમારીઓ આવી જ વસ્તુ ખાવાથી થાય છે. તેની ઉપર બધા જ જોર જોરથી હસવા લાગ્યા. તેમણે મને કહ્યું કે તમે પણ ખાવ, તો મેં કહ્યું હું બીમારીઓ નથી ખાઈ શકતો.

પ્રશ્ન – લોટાને ઈગ્લીશમાં શું કહે છે?

જવાબ – Metal Pot.

પ્રશ્ન – એવું કયો જીવ છે જે હાથ લગાવતા જ મરી જાય છે?

જવાબ – પ્લેટીપસ (platypus).

પ્રશ્ન – એક સ્વસ્થ માણસના શરીરમાં કેટલું લોહી હોય છે?

જવાબ – એક સ્વસ્થ માણસના શરીરમાં તેના વજનથી લગભગ 7 % લોહી હોય છે. આ રીતે એક તંદુરસ્ત માણસ જેનું વજન 70-80 કિલો હોય તેના શરીરમાં લગભગ 5 થી 5.5 લીટર લોહી હોય છે.

પ્રશ્ન : બે જોડિયા બાળકો આદર્શ અને અનુપમનો જન્મ મે માં થયો હતો, પણ તેમની જન્મતિથી જુનમાં છે. તો કેવી રીતે શક્ય છે?

જવાબ.મે એક સ્થળનું નામ છે.

પ્રશ્ન : એવી કઈ વસ્તુ છે જે આપણને જીવનમાં બે વખત ફ્રી મળે છે પણ ત્રીજી વખત નહિ?

જવાબ.દાંત.

પ્રશ્ન : જયારે તમે સવારે ઉઠીને જાણો કે તમે માં બનવાના છો તો તમે પહેલા શું કરશો?

જવાબ.હું ઘણી ઉત્સાહિત થઇને આ શુભ સમાચાર શેર કરવા માટે મારા પતિ પાસે દોડતી જઈશ.

પ્રશ્ન : પેરાશુટ વગર વિમાન માંથી કુદીને પણ જેમ્સ બોન્ડ જીવતા છે, કેવી રીતે?

જવાબ.વિમાન રનવે ઉપર હતું ત્યારે જેમ્સ બોન્ડ કુદી ગયા.

પ્રશ્ન : એક ખેડૂત પાસે થોડા મરઘા અને બકરીઓ છે, જો તે બધાના કુલ 90 માથા અને 224 પગ છે, તો બકરીઓની સંખ્યા જણાવો.

જવાબ. 22 બકરીઓ હશે.

પ્રશ્ન : શરીરના ક્યા ભાગ ઉપર પરસેવો નથી આવતો?

જવાબ.હોઠ ઉપર પરસેવો નથી આવતો.

પ્રશ્ન : એવી કઈ વસ્તુ છે જે માત્ર બોલવાથી જ તૂટી જાય છે?

જવાબ. મૌન.

પ્રશ્ન – એક ટેબલ ઉપર એક પ્લેટમાં 2 કેળા રાખવામાં આવ્યા છે પરંતુ ખાવા વાળા ત્રણ લોકો છે, તો કાપ્યા વગર કેવી રીતે ખવરાવવા?

જવાબ – ત્રણ વ્યક્તિ એક એક કેળું ખાશે કેમ કે એક ટેબલ અને બે પ્લેટમાં કેળા રાખવામાં આવ્યા છે. પ્રશ્ન થોડો ગુંચવણ વાળો છે પરંતુ થોડું મગજ ચલાવીને પ્રશ્ન સાંભળશો તો સમજાઈ જશે કે એક ટેબલ ઉપર બે પ્લેટમાં કેળા રાખ્યા છે. એટલે કે ત્રણ લોકો માટે ત્રણ કેળા રહેલા છે.

પ્રશ્ન – તે શું છે જે આગમાં નથી સળગતું અને પાણીમાં નથી ડૂબતું?

જવાબ – બરફ

પ્રશ્ન – શું એવી કોઈ જગ્યા છે, જ્યાં દિવસ અને રાત એક સાથે થતા જોઈ શકાય?

જવાબ – પૃથ્વીના નમવાને કારણે આર્કટીક સર્કલના સ્થાનોમાં એવું શક્ય છે. જેમ કે આલાસ્કા, ઉત્તરી નોર્વે અને આઈસલેંડમાં અહિયાં દિવસ રાત એક સાથે જોવા મળે છે તેનો વિડીયો યુટ્યુબ ઉપર રહેલા છે.

પ્રશ્ન – એવો કયો પ્રશ્ન છે જેનો જવાબ હંમેશા બદલાતો રહે છે?

જવાબ – શું સમય થયો છે? આ પ્રશ્નનો જવાબ હંમેશા અલગ અલગ જ હોય છે.

પ્રશ્ન – કેલ્ક્યુલેટરનું ગુજરાતીમાં શું કહેવાય છે?

જવાબ – કેલ્ક્યુલેટરને ગુજરાતીમાં ગણનયંત્ર કહેવામાં આવે છે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ 17મી સદીથી કેલ્ક્યુલેટર શબ્દ સાથે જ થતો આવી રહ્યો છે. કોઈ તેનું ગુજરાતી નામ નથી લેતું.

પ્રશ્ન – ક્યા દેશમાં માત્ર 40 મિનીટની રાત હોય છે?

જવાબ – નોર્વેમાં માત્ર 40 મિનીટની રાત હોય છે. એટલા માટે તેને country of midnight sun કહેવામાં આવે છે.

પ્રશ્ન – શું થશે જો પૃથ્વી ઊંધું ફરવાનું શરુ કરી દે?

જવાબ – પૃથ્વી જો ઉંધુ ફરશે તો હવા પણ પોતાની દિશા બદલી નાખશે. પૃથ્વીનો પશ્ચિમ ભાગ ઠંડો અને પૃથ્વીનો પૂર્વી ભાગ ગરમ થઇ જાય છે. સૌથી મોટો ફેરફાર હવામાનનો રહેશે. આજે દુનિયામાં સરેરાશ 420 લાખ સ્કેવર કિલોમીટર જેટલો ભાગ રણ છે. જો પૃથ્વી ઉંધી ફરવા લાગે તો તે ઘટીને 310 લાખ સ્કેવર કિલોમીટર થઇ જશે.

દરેક જગ્યાએ હરિયાળી જ જોવા મળશે.સહારા રણ આખું નાશ થઇ જશે. બાઝિલ અને અર્જેટીના તે બંને દુનિયાનું સૌથી મોટું રણ બની જશે. બદલાતા હવામાનને કારણે જ અલગ અલગ જીવ જંતુ સમુદ્રમાં અલગ સ્થાને મળી આવે. પૃથ્વી ઊંધું ફરવાનું શરુ કરી દે તો એવું કાંઈ ન રહે જેવું આજે છે. કદાચ જીવનનો વિકાસ એક અલગ રૂપ લે. બની શકે છે કે માણસ ન આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *