શું તમે પણ યુટ્યુબ દ્વારા કરોડો રૂપિયા કમાવવાનું સપનું જોઈ રહ્યા છો,, તો વાંચો આ માહિતી
તમે યુટ્યુબ પર વીડિયો પોસ્ટ કરીને પણ સારા પૈસા કમાઈ શકો છો. જો તમે વિચારતા હોવ કે આ કેવી રીતે થઈ શકે છે, તો અહીં તમે YouTube દ્વારા પૈસા કેવી રીતે કમાઈ શકો છો તે જણાવી રહ્યાં છો.મોટાભાગના યુવાનો હવે ઓછી ઉંમરે જ કમાણી કરવા લાગ્યા છે. જેમાંથી એક વર્ગ એવો છે કે જે યુટ્યુબ પર નિયમિત વિડિયોઝ અપલોડ કરીને તેમાંથી કમાણી કરે છે.
જો તમે પણ યુટ્યુબર બનવા માંગતા હોવ, તો જણાવી દઈએ કે તમે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરીને મોટી કમાણી મેળવી શકો છો. પરંતુ જો તમે મૂંઝવણમાં છો કે યુટ્યુબ પર વિડિયોઝ પોસ્ટ કરવા પર કેવી રીતે પૈસા કમાઈ શકાય? વિડીયો પર કેટલા વ્યૂઝ અને સબસ્ક્રાઈબર હોય તો તમે કમાણી કરી શકો?
મહત્વનું છે કે, જો તમે યુટ્યુબ પર વિડિયોઝ બનાવો છો અને પૈસા કમાઓ છો તો તમારે આ અંગેની જાણકારી ઈન્ક્મ ટેક્સ વિભાગને આપવી પડશે. તેમજ તમારે એ બાબતનું પણ ધ્યાન રાખવાનું રહેશે કે યુટ્યુબ પર એવા વિડિયોઝ પોસ્ટ ન કરો, જેની પર પાબંદી હોય. જણાવી દઈએ કે, તાજેતરમાં ઈન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટે ઉત્તરપ્રદેશના બરેલીમાં એક યૂટ્યૂબરના ઘરે દરોડા પાડ્યા છે. અધિકારીઓનું માનીએ તો આ યુટ્યૂબરે ખોટી રીતે કમાણી કરી છે.
ઉત્તરપ્રદેશના બરેલીમાં ઈન્ક્મટેક્સ વિભાગે તસ્લીમ નામના યુવકના ઘરે દરોડા પાડ્યા છે. આ દરોડા દરમિયાન ઈન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટને 24 લાખ રૂપિયા રોકડ મળી આવી છે. આ રોકડ હાલ ઈન્ક્મટેક્સ વિભાગે કબ્જે કરી લીધી છે અને તસ્લીમ પર આરોપ મુક્યો છે કે તેણે ખોટી રીતે આ કમાણી કરી છે. તો બીજી તરફ તસ્લીમના પરિવારે જણાવ્યું છે કે તેઓએ 4 લાખ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. ત્યારે એવું સામે આવ્યું છે કે તસ્લીમે યુટ્યુબ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી છે. અહીં અમે તમને જણાવીશું કે યુટ્યુબ દ્વારા તમે કેવી રીતે કમાણી કરી શકો છો.
ઘણા લોકો યુટ્યુબ પર વિડિયોઝ અપલોડ કરે છે અને સમજે છે કે હવે તેમને કમાણી થવા લાગશે, પરંતુ એવું બિલકુલ નથી હોતું. યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવાથી અને વ્યુઝ મળવાથી કમાણી શરુ નથી થઇ જતી. યુટ્યુબ પર એડવર્ટાઈઝમેન્ટ દ્વારા કમાણી થાય છે. આપણે જાણીએ છીએ કે યુટ્યુબ પર વિડીયો જોવા દરમિયાન શરૂઆતમાં અથવા વીડિયોની વચ્ચે એડ આવે છે. જેનાથી યુટ્યૂબને કમાણી થાય છે. જો તમારું યુટ્યુબ એકાઉન્ટ ગૂગલ એડસેન્સ સાથે લિંક થયેલું છે, તો યુટ્યુબ તમારા વિડીયો પર એડ લગાવશે. જે બાદ જેટલી વાર વિડીયો જોવાશે એટલી વખત એડ પણ આવશે, જેનાથી યુટ્યુબને કમાણી થાય છે અને તેમાંથી તમને પણ પૈસા મળે છે.
– 1,000 વ્યુઝ = 42 રૂપિયા
– 2,000 વ્યુઝ = 85 રૂપિયા
– 10,000 વ્યુઝ = 390 રૂપિયા
– 1,00,000 વ્યુઝ = 4382 રૂપિયા
– 10,00,000 વ્યુઝ = 42,350 રૂપિયા
– 1,00,00,000 વ્યુઝ = 4.21 લાખ રૂપિયા
– 10,00,00,000 વ્યુઝ = 42.33 લાખ રૂપિયા
– 100,00,00,000 વ્યુઝ = 4.23 કરોડ રૂપિયા
જો તમારો વિડીયો 10 હજાર લોકો જુએ છે, પરંતુ કોઈ એડ નથી જોતું અને દરેક વખતે સ્કિપ બટન ક્લિક કરી દે છે, તો યુટ્યુબ તમને પૈસા નહીં ચૂકવે. તો બીજી તરફ જો તમારો વિડીયો એક હજાર લોકો જુએ છે અને તે તમામ લોકો એડ્સ પણ જુએ છે, તો તમને તેના પૈસા મળશે. જે વિડીયો પર જેટલી મોંઘી એડ લાગશે, તે યુટ્યુબ ચેનલને તેટલી વધુ કમાણી થશે.
અહીં તમને કેટલા વ્યૂઝ પર સરેરાશ કેટલા પૈસા મળશે તેની જાણકારી આપી છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે તમને આટલા વ્યૂઝ થવા પર પૈસા મળશે જ, કારણ કે યુટ્યુબના પણ કેટલાક નિયમો હોય છે.