શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામો,નહીં તો મહાદેવ થશે તમારા પર નારાજ…
શિવભક્તો માટે શ્રાવણ મહિનો તહેવાર સમાન છે. આ શ્રાવણ મહિનો 18 જુલાઈથી શરૂ થશે. આ દરમિયાન શિવભક્તો જળાભિષેક અને દુધનો અભિષેક અને રુદ્રાભિષેક કરીને ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત છે. મહાદેવ એક કળશ જળથી પણ પ્રસન્ન થઈ જાય છે પરંતુ આ દરમિયાન કેટલીક ભૂલ બિલ્કુલ પણ ના કરવી જોઈએ, નહીંતર મહાદેવ નારાજ થઈ શકે છે.
ભોજનનું ખાસ ધ્યાન રાખો
શ્રાવણ મહિનામાં ભૂલથી પણ માંસ કે મદિરાનું સેવન ના કરવું જોઈએ, નહીંતર પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. લસણ, ડુંગળી અને રીંગણા પણ ના ખાવા જોઈએ.
તેલ ના લગાવવુંધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં કોઈપણ વ્યક્તિએ શ્રાવણ મહિનામાં શરીર પર તેલ ના લગાવવું જોઈએ. શ્રાવણ મહિનામાં તેલના દાનને શુભ માનવામાં આવે છે.
વ્રતને અધૂરું છોડશો નહીં:જો તમે શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત કરો છો તો તેના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરો. વ્રતને ક્યારેય પણ અધૂરા છોડશો નહીં. જેમ કે કેટલાંક લોકો ચાર સોમવારનો સંકલ્પ કરે છે પરંતુ બે કરીને છોડી દે છે. આવું ન કરશો. જો તમે સક્ષમ ન હોય તો વ્રત કરવાનો સંકલ્પ ન લેશો. વ્રત દરમિયાન તેનું આચરણ સંપૂર્ણ રીતે પવિત્ર રહેવું જોઈએ. તેનાથી શ્રાવણનો મહિનો તમારા માટે બહુ જ શુભદાયી નીવડશે.
શ્રાવણમાં આ કામ ન કરશો:શ્રાવણના મહિનામાં માંસ-મદિરાનું સેવન ન કરશો. જે લોકો નોનવેજ ખાય છે તેમણે શ્રાવણ મહિનામાં તેનાથી દૂર રહેવું જોઈએ. તેનાથી તમારું પેટ અને સ્વાસ્થ્ય બંને સારું રહેશે.
ખોટું બોલીને કોઈ કામ ન કરશો:આ મહિનામાં ખોટું બોલીને કોઈપણ કામ ન કરશો. ભોલે શંકર નાની પૂજાથી પણ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ જે લોકો જૂઠ્ઠાણાનો સહારો લઈને કામ કરે છે. તેમને ભગવાન સારું ફળ આપતાં નથી.
દૂધનું સેવન ના કરવું,પ્રચલિત માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધ ચઢાવવામાં આવે છે, જેથી કોઈપણ વ્યક્તિએ દૂધનું સેવન ના કરવું જોઈએ.
કોઈપણ વ્યક્તિનો અનાદર ના કરવો,ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં કોઈપણ વ્યક્તિએ કોઈનો અનાદર ના કરવો જોઈએ. મનમાં નકારાત્મક વિચાર ના લાવવા જોઈએ અને અપશબ્દો ના બોલવા જોઈએ. આ પ્રકારે કરવાથી મહાદેવની પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી.
બેડ પર સૂવું નહીં,શ્રાવણ મહિનામાં જમીન પર સૂવું જોઈએ, બેડ પર ના સૂવું જોઈએ. દિવસે સૂવું ના જોઈએ. માન્યતા અનુસાર જેનું વ્રત હોય તેમણે એક જ સમયે સૂવું જોઈએ અને આખો દિવસ ભગવાન શિવની ભક્તિ કરવી જોઈએ.