વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી,ગુજરાતમાં ધોધમાર વરસાદ ની આગાહી…
હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે દિલ્હીમાં આગામી છથી સાત દિવસ આકાશ વાદળછાયું રહી શકે છે અને વચ્ચે-વચ્ચે વરસાદ પડવાની શક્યતા છે). બીજી તરફ, દક્ષિણ દ્વીપકલ્પ ભારત અને ઉત્તર મહારાષ્ટ્રમાં 12 જુલાઈ સુધી અને ગુજરાતમાં 16 જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
સેન્ટ્રલ વેધર ફોરકાસ્ટિંગ એજન્સીએ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં 8 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. IMD એ નવીનતમ હવામાન બુલેટિનમાં જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં વધુ તોફાની વરસાદ પડશે
IMDએ કહ્યું છે કે 10 અને 16 જુલાઈએ કોંકણ અને ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને 12 જુલાઈએ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાત માટે, IMD એ ત્રણ જિલ્લાઓ – અમરેલી, ગીર સોમનાથ અને વલસાડ માટે ‘રેડ એલર્ટ’ અને સુરત, નવસારી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર માટે 11 જુલાઈ માટે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે.
ગુજરાતમાં કુલ સરેરાશ વરસાદ 32 ટકા જેટલો નોંધાયો છે, ત્યારે વરસાદના બીજા રાઉન્ડની રાહ જોવાઇ રહી છે. આવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાના બીજા રાઉન્ડથી લઇને વરસાદની સમગ્ર પેટર્ન, દરિયામાં ઊભી થવા જઇ રહેલી સ્થિતિ અને ઓગસ્ટમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે, તે અંગે જણાવ્યું છે.
અંબાલાલ પટેલે શું કરી આગાહી.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં બે તબક્કામાં મન મૂકીને મેઘરાજા વરસશે. અંબાલાલ પટેલના મતે 11 થી 15 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારબાદ 25 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સારો વરસાદ વરસશે.
આગામી બે દિવસ ગુજરાતમાં મન મુકીને વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર,કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 25 જૂલાઇથી 8 ઓગષ્ટ ફરી એક વાર વરસાદ પડશે.
પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં સરેરાશ 16 ઇંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે દક્ષિણ ગુજરાતમાં 15.33 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. અહીં સિઝનનો 20.40 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 46.71 અને ઉત્તર ગુજરાતમાં 29.29 ટકા વરસાદ નોંધાયો છે.