website

websiet

ajab gajab

વૃંદાવનનું આ રહસ્યમય સ્થાન જ્યાં સાંજ થતા જ નથી ચકલુય નથી ફરખતું, કારણ જાણીને હોશ ઉડી જશે

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આપણા દેશમાં કેટલાક એવા ધાર્મિક સ્થળ છે જેમનું પોતાનું અલગ અને આગવુ મહત્વ છે.

આજના સમયે તમે આવા કેટલાયે મંદિરો અંગે સાંભળ્યુ હશે જ્યાં મૂર્તિઓ આકાર બદલે છે પણ આજે અમે તમને એવા અનોખા ધાર્મિક સ્થળ અંગે જણાવીશુ જ્યાં સંધ્યા ઢળતાં કોઈ નથી જતુ.આજે આપણે જાણીશું આ અનોખા સ્થાન અંગે.ભારતમાં કેટલીયે એવી જગ્યાઓ છે જે આજે પણ પોતાનામાં રહસ્ય છુપાવીને રાખે છે.

આવીજ એક જગ્યા છે વૃંદાવન સ્થિત નિધિવન. એક એવી જગ્યા જેનો ઈતિહાસ ખુબજ રસપ્રદ છે. જો તમે પણ વૃંદાવન ગયા હશો તો આ જગ્યા અંગે જરૂરથી તમે સાંભળ્યુ હશે.નિધિવન અંગે માન્યતા છે કે અહીં આજે પણ રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ગોપીઓ સાથે રાસ લીલા રચાવે છે.

મંદિરના પૂજારી પણ અહી નથી રોકાઈ શકતા.મંદિરની આસપાસ જે ઘરોમાં નિધિવન તરફ બારી બારણાઓ છે તે બંધ કરી દે છે. કોઈ આ સમય દરમિયાન ઘરની છત પર નથી ચડતું. ભૂલથી પણ કોઈ આ તરફ નથી ફરકતું કેમકે માન્યતા છે કે જો કોઈ આ તરફ જુએ તો તે આંધળું થઈ જાય છે અને પોતાની દૃષ્ટી ગુમાવી દે છે.

તેની સાથે કંઈ અઘટીત થઈ જાય છે.લોકમાન્યતા અનુસાર રાત્રી થતા જ અહીં પાયલ અને ઘુઘરૂના અવાજ સંભળાવા લાગે છે. નિધિવનમાં 16000 વૃક્ષો છે જેમને કૃષ્ણની ગોપીઓ માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે કાનુડા સાથે રાધાજી રાસ રચાવે તો ઝાડ ગોપીઓનું રૂપ ધારણ કરી લે છે.

અહીંના આ વૃક્ષો પણ અજીબ છે મોટા ભાગે વૃક્ષ આકાશ તરફ જતા હોય અહીં તેની ડાળીઓ જમીન તરફ જુકવા લાગે છે.નિધિવનની અંદર જ એક રંગમહેલ છે પૌરાણિક કથા અનુસાર અહીં રોજ રાત્રે રાધા-કૃષ્ણ આવે છે.રંગ મહેલમાં ભગવાનના બિસ્તરને સજાવવામાં આવે છે.

પલંગની સાથે પાણી અને પાન રાખવામાં આવે છે. રાધા રાણી માટે શૃંગારનો સામાન રાખવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે સવારે મંદિરના કપાટ ખોલવામાં આવે છે સારો સામાન વપરાયેલો અને વિખેરાયેલો જોવા મળે છે.ભક્તો માને છે ભગવાન આજે પણ રોજ રાત્રે અહી આવે છે.

આ કોઈ ચમત્કારથી ઓછી વાત નથી. જે લોકો આને અંધવિશ્વાસ માને છે જે લોકો છુપાઈને નિધિવનનું સત્ય જાણવા અને રાસ જોવા અહી રહે છે તે માણસ પાગલ થઈ જાય છે કોઈ આંધળો તો કોઈ મોક્ષને પ્રાપ્ત કરે છે.કૃષ્ણની સાથે રાધા પણ અહીં આવે છે નિધિવનમાં દેખાતા વૃક્ષો રાત્રે ગોપીઓમાં બદલાઈ જાય છે રાત્રે તો આ વનને બંધ કરી દેવામાં આવે છે.

રાત્રે અહીં માત્ર વાંસળી અને ઘુંઘરુનો અવાજ સંભળાય છે.આમ તો સાંજ પડતાની સાથે મંદિરને બંધ કરી દેવામાં આવે છે અને બધા જ લોકો બહાર નીકળી જાય છે પણ જો કોઈ છુપાઈ રાસલીલા જોવાનો પ્રયત્ન કરે તો તે પાગલ થઈ જાય છે તેવું માનવામાં આવે છે.

આવું જ કંઈક 10 વર્ષ પહેલા બન્યુ હતુ. જ્યારે જયપુરથી આવેલો કોઈ કૃષ્ણ ભક્ત રાસલીલા જોવા વનમાં છુપાઈ બેઠો હતો. બીજા દિવસે જ્યારે મંદિરનો ગેટ ખુલ્યો તો તે બેભાન અવસ્થામાં મળ્યો હતો અને તેનું માનસિક સંતુલન ખોરવાઈ ગયુ હતુ. આવા અનેક કિસ્સા લોકો દ્વારા જાણવા મળે છે.

આવી જ એક બીજી વ્યકિત હતી પાગલ બાબા જેમની સમાધિ પણ નિધિવનમાં બનેલી છે તેમના વિશે પણ કહેવાય છે કે તેઓ છુપાઈને રાસલીલા જોવા ગયા હતા. જેથી તેઓ પાગલ થઈ ગયા તેઓ કૃષ્ણના અનન્ય ભક્ત રહેવાને કારણે મંદિરની કમિટિએ તેમની સમાધિ નિધિવનની અંદર જ બનાવી દિધી.નિધિવનની અંદર જ રંગ મહેલ’છે.જેના વિશે કહેવાય છે કે રોજ રાત્રે ત્યાં રાધા અને કૃષ્ણ આવે છે. રંગ મહેલમાં રાધા અને કૃષ્ણ માટે રાખેલા ચંદનના પલંગને સાંજે સાત વાગ્યા પહેલા સજાવી દેવામાં આવે છે.પલંગની બાજુમાં એક લોટો પાણી રાધાનો શ્રૃંગારનો સામાન અને દાતણ સાથે જ પાન મુકવામાં આવે છે.

સવારે પાંચ વાગે જ્યારે રંગ મહેલના પાટ ખુલે છે ત્યારે પથારી અસ્ત-વ્યસ્ત, લોટાનું પાણી ખાલી, દાતણ ચાવેલુ અને પાન ખાધેલો મળે છે.રંગ મહેલમાં ભક્ત માત્ર શ્રૃંગારનો સામાન ચઢાવે છે અને પ્રસાદ સ્વરૂપે તેમને પણ શ્રૃંગારનો સામાન મળે છે.નિધિવનના ઝાડ પણ અજીબ છે.સામાન્ય રીતે દરેક ઝાડની શાખાઓ ઉપરની તરફ વધે છે.

જ્યારે અહીં ઝાડની શાખાઓ નીચેની તરફ વધે છે.નિધિવનની એક અન્ય ખાસિયત છે કે તુલસીનો છોડ નિધિવનમાં તુલસીના દરેક છોડ જોડામાં છે. તેની પાછળની માન્યતા છે કે જ્યારે રાધા સંગ કૃષ્ણ વનમાં રાસ રમે છે ત્યારે આ ઝાડ ગોપીઓ બની જાય છે.

જેમ સવાર પડે છે તેમ તે તુલસીના છોડમાં ફેરવાઈ જાય છે. સાથે જ આ વનમાંથી કોઈ તુલસીની એક ડાંડી પણ લઈ શકતુ નથી.લોકો જણાવે છે કે, જે લોકો તેને લઈ ગયા છે તે કોઈને કોઈ આપદાનો શિકાર બન્યા છે. પરિણામે અહીં તેને અડકવાની મનાઈ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *