આજે રાજ્યના આ વિસ્તારમાં પડશે વરસાદ, જાણો આગામી 5 દિવસ કેવો રહશે વરસાદ…..
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા વરસાદે વિરામ લીધો છે અને હાલમાં મધ્યમ વરસાદ અને છૂટાછવાયા વરસાદ સિવાય ચોમાસું સક્રિય થયું નથી. દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
જે મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાત સામાન્ય રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે વરસાદની તીવ્રતા વધશે નહીં અને આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
રાજ્યના હવામાન વિશે માહિતી આપતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વરસાદની તીવ્રતામાં વધારો થવાની કોઈ શક્યતા નથી અને મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ અને કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ પર બ્રેક લાગી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના નિયામક ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ સુધી હળવા વરસાદની અપેક્ષા છે અને વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના દક્ષિણ ભાગમાં અપર લેવલ સરક્યુલેશન યથાવત છે.
જેની અસર જોવા મળી રહી છે. જેનું સ્તર 500 મિલીબાર છે. જેના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત આગામી પાંચ દિવસની આગાહીમાં માછીમારોને આવતીકાલ માટે જ ચેતવણી આપવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા માટે ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં 48 કલાકનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં બે દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 8 ઈંચથી વધુ વરસાદની આગાહી કરી છે. પડહી રાજ્યમાં ભારે વરસાદને કારણે ફરી એકવાર મુશ્કેલી વધી છે. હિમાચલની મંડીમાં તોફાની બિયાસ નદી તોફાની બની ગઈ છે. બિહારમાં ગંગા સહિતની નદીઓએ ચિંતા વધારી દીધી છે. પહાડી રાજ્યમાં વરસાદે ચિંતા વધારી છે